
અમરેલી, 09 જાન્યુઆરી (હિ.સ.) જાળિયા ખાતે કૃભકો દ્વારા સહકારી સશક્તિકરણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં સહકારી ચળવળનું મહત્વ સમજાવવું, સહકારી સંસ્થાઓ દ્વારા મળતી વિવિધ સુવિધાઓ અંગે જાગૃતિ ફેલાવવી અને ખેડૂતોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો હતો.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જ્યંતીભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ડાયરેક્ટર, કૃભકોના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
મહેમાનોએ પોતાના સંબોધનમાં સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને મળતી આર્થિક સહાય, બીજ-ખાતર, લોન સુવિધા અને માર્કેટિંગ વ્યવસ્થાની વિગતવાર માહિતી આપી હતી. સહકારના માધ્યમથી ખેડૂતો કેવી રીતે સંગઠિત બનીને પોતાની આવકમાં વધારો કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા અને સહકારી ક્ષેત્રમાં નવી તકઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. અંતે આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત ખેડૂતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai