
સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે 72 કલાકના અખંડ ઓમકાર જાપના કાર્યક્રમમાં બપોર બાદ પણ મંત્રીઓએ સહભાગી થઈ ઋષિ કુમારોને અભિનંદન પાઠવ્યા હતા.
સોમનાથ પરિસરમાં ગુજરાત ભરના ઋષિ કુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઓમકાર જાપ અને શંખનાદ યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે બપોર બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ