કોડીનારનાં યુવાને રાજ્યકક્ષાએ સુગમ સંગીતમાં પ્રથમ ક્રમ મેળવ્યો
ગીર સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ 2025-26 નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના યુવાન સંજય અરવિંદભાઈ ગોઢણીયાએ
કોડીનારનાં યુવાને રાજ્યકક્ષાએ સુગમ સંગીતમાં પ્રથમ ક્રમ મેળવ્યો


ગીર સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ 2025-26 નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના યુવાન સંજય અરવિંદભાઈ ગોઢણીયાએ સુગમ સંગીત (21થી 59 વય જૂથ)માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધાર્યું છે. તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ રાજ્ય કક્ષાએ પણ તેમણે આ સિદ્ધિ જાળવી રાખી હતી.

આ પ્રસ્તુતિમાં કોડીનારના જ અજય વાલજીભાઈ ચુડાસમાએ તબલાની સંગત કરી હતી. સંજય ગોઢણીયા સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે તથા Octave Music Class દ્વારા કોડીનારમાં શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરી રહ્યા છે. આ સફળતા બદલ તેમના ગુરુઓ તથા સંગીતપ્રેમી લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande