કરુણા અભિયાન 2026: ઉત્તરાયણમાં પક્ષી સંરક્ષણ માટે મહેસાણા જિલ્લાનો વિશેષ આયોજન
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) : ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરાથી ઘાયલ થનારા પક્ષીઓના રક્ષણ માટે મહેસાણા જિલ્લામાં “કરુણા અભિયાન – 2026”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી દર વર્ષે 14 જાન્યુઆરીએ થાય છે, પરંતુ તેની પ્રવૃત્તિઓ 7
કરુણા અભિયાન 2026: ઉત્તરાયણમાં પક્ષી સંરક્ષણ માટે મહેસાણા જિલ્લાનો વિશેષ આયોજન


મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) : ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરાથી ઘાયલ થનારા પક્ષીઓના રક્ષણ માટે મહેસાણા જિલ્લામાં “કરુણા અભિયાન – 2026”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી દર વર્ષે 14 જાન્યુઆરીએ થાય છે, પરંતુ તેની પ્રવૃત્તિઓ 7 થી 10 દિવસ અગાઉથી જ શરૂ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત 09 જાન્યુઆરી 2026ના રોજ ખેરવા નર્સરી, મહેસાણા ખાતે એક સમન્વય બેઠક યોજાઈ હતી, જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ NGOના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ઘાયલ પક્ષીઓની પ્રાથમિક સારવાર અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં કુલ 30 પક્ષી સારવાર કેન્દ્રો કાર્યરત રાખવામાં આવ્યા છે, જ્યાં 157 જેટલું માનવ બળ તૈનાત રહેશે જેથી ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી શકે. રાજ્યભરના તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર 8320002000 પર WhatsAppમાં “Hi” મોકલવાથી ઓનલાઇન મેપની લિંક મળશે.

આ ઉપરાંત, કરુણા એનિમલ એમ્બુલન્સ હેલ્પલાઇન 1962, વન વિભાગ હેલ્પલાઇન 1926 અને UGVCL વીજ ફરિયાદ માટે 19121 નંબર કાર્યરત રહેશે. મહેસાણા જિલ્લાનો કંટ્રોલ રૂમ નંબર 02762-221103 પણ લોકોની મદદ માટે શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન દ્વારા ઉત્તરાયણ દરમિયાન હજારો અબોલ પક્ષીઓને જીવનદાન આપવાનું મહત્વપૂર્ણ કાર્ય થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande