સિદ્ધપુરમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી, એક શખ્સની ધરપકડ
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ (નાયલોન) દોરીના વેચાણ સામે કાર્યવાહી કરી છે. દેથલી સર્કલ પાસે પતંગની લારી પર દરોડો પાડી પોલીસે 6 નંગ ચાઈનીઝ દોરીની ફિરકીઓ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી દોરીની અંદાજિત કિંમત
સિદ્ધપુરમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી, 6 નંગ ચાઈનીઝ દોરીની ફિરકીઓ સાથે એક શખ્સની ધરપકડ


પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ (નાયલોન) દોરીના વેચાણ સામે કાર્યવાહી કરી છે. દેથલી સર્કલ પાસે પતંગની લારી પર દરોડો પાડી પોલીસે 6 નંગ ચાઈનીઝ દોરીની ફિરકીઓ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી દોરીની અંદાજિત કિંમત રૂ. 3,000 હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો મુજબ, સિદ્ધપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે દેથલી સર્કલથી પશ્ચિમ દિશામાં આશરે એક કિલોમીટર દૂર સુરભી આર્કેડ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં પતંગની લારી રાખી વેચાણ કરતા કનુભાઈ નટવરભાઈ પટણી (રહે. પટણીવાસ, કુલપુરા પાટીયા સામે, સિદ્ધપુર) પાસેથી પ્રતિબંધિત નાયલોન દોરી મળી આવી હતી.

પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધનો જાહેરનામું અમલમાં છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન થતાં પોલીસે કનુભાઈ પટણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande