બાબરા તાલુકાના ઘરાઈ–બળેલ પીપરીયા રોડને રૂ. 1.30 કરોડે રીસર્ફેસિંગ મંજૂર, ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી ગ્રામ્ય વિકાસને વેગ
અમરેલી, 09 જાન્યુઆરી (હિ.સ.) લાઠી–બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના સતત અને સઘન પ્રયાસોના પરિણામે બાબરા તાલુકાના ઘરાઈ અને બળેલ પીપરીયા ગામને જોડતા મહત્વના માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.30 કરોડની માતબર મંજૂરી આપવામાં આવી છે.

લાંબા સમયથી અત્યંત જર્જરીત હાલતમાં રહેલો આ માર્ગ હવે નવી સપાટીથી સુધરશે, જેના કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને મોટી રાહત મળશે.

ઘરાઈ–બળેલ પીપરીયા રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડતી હતી તેમજ વાહન વ્યવહાર પણ જોખમી બન્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈને ધારાસભ્ય જનક તળાવીયાએ રાજ્ય સરકાર અને માર્ગ તથા મકાન વિભાગ સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 1.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના થકી રોડનું સંપૂર્ણ રીસર્ફેસિંગ કરવામાં આવશે. કામ પૂર્ણ થયા બાદ માર્ગની ગુણવત્તા સુધરશે, વાહન વ્યવહાર સરળ બનશે અને સમય તથા ખર્ચની બચત થશે.

આ મંજૂરીના સમાચારથી ઘરાઈ, બળેલ પીપરીયા સહિત સમગ્ર પંથકના ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લોકોએ વિકાસલક્ષી કામગીરી બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી કામ વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande