
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)રાધનપુર તાલુકાના કમાલપુર ગામે VSSM સંસ્થા દ્વારા પરિવાર નિયોજન અને માતૃ આરોગ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવેલ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકારી સહાય ઉપરાંત વધારાની પ્રોત્સાહન સહાયરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
યોજનાની માર્ગદર્શિકા મુજબ બે સંતાન ધરાવતા લાભાર્થીઓને રૂ. 5000 અને બે થી વધુ સંતાન ધરાવતા લાભાર્થીઓને રૂ. 2500 ની સહાય આપવામાં આવી હતી. કુલ 16 લાભાર્થીઓને રૂ. 70000 ની રકમના ચેક વિતરણ કરાતા પરિવાર નિયોજન માટે પ્રોત્સાહન મળ્યું હતું.
આ સેવા કાર્ય VSSM સંસ્થાના ફાઉન્ડર મિતલબેન પટેલના સહયોગથી સફળતાપૂર્વક યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ, VSSMના કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી પરિવારોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ