
સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.): શહેરમાં અત્યાર સુધી ડુપ્લીકેટ ઘી, પનીર તેમજ શૂઝ અને ખાવા પીવા સહિતનું સામાન મળી આવ્યું છે, એક પછી એક પોલીસ દ્વારા દરોડા પાડીને નકલી ડુપ્લીકેટ સરસામાન પડકી પાડવામાં આવી રહ્યું છે અને આવી વસ્તુઓ વેચનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે,દરમિયાન હવે એક બાજુ ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વરાછા પોલીસે એલએચ રોડ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગોડાઉનમા દરોડા પાડ્યા હતા અને નામચીન કંપનીની ડુપ્લીકેટ પતંગની દોરીનો જથ્થો સહીત લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર-1 સહિતના ઉચ્ચ પોલીસ અધિકકારીઓ દ્વારા ડુપ્લીકેટ વસ્તુઓના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેથી ઝોન-1 એલ.સી.બી. શાખાના પોલીસ કર્મીઓની ટીમેં સંયુક્ત બાતમીના આધારે વરાછા એલ.એચ.રોડ સંતોષીનગર સોસાયટીના પ્લોટ નં.268 ના ગ્રાઉન્ડ ફ્લોર આવેલ મધુરમ સીજન સ્ટોર નામની દુકાન તથા ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી અલગ અલગ કંપનીના દોરીના બોબીન નંગ-5310,સ્ટીકરો,બોબીન પર સ્ટીકર પેકીંગ કરવાનુ મશીન નંગ-1, સ્ટીકર વગરના બોબીન નંગ- 414 મળી કુલ્લે રૂ. 41.29 લાખનું મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું હતુ તેમજ આરોપી નીતીનભાઈ હેમતભાઇ ઝાલાવાડીયા (રહે, ઘર નં.253, સંતોષી નગર મારૂતિ ચોક એલ.એસ. રોડ વરાછા ) ની ધરપકડ કરવામાં આવી હતી.આ સિવાય એવું પણ જાણવા મળ્યું હતું કે આરોપી અલગ અલગ નામચીન કંપનીના સ્ટિકરોનો ઉપયોગ કરીને બોબીનો ઉપર લગાડીને ડુપ્લિકેશનું કામ કરતો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી ગોડાઉનમાં દોરી બનાવતો હતો અને ત્યાંજ સંગ્રહ કરતો હતો.તે અગાઉ પણ ચાઈનીઝ દોરી પ્રકરણમાં પકડાઈ ચુક્યો છે.આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે