સૌરાષ્ટ્રના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી નવ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા, ધોરાજી-જેતપુરની શાળાઓમાં રજા
- ઉપલેટાથી 27-30 કિલોમીટરના અંતરે કેન્દ્ર બિંદુ રાજકોટ, 09 જાન્યુઆરી (હિ.સ.) : આજે નવમી જાન્યુઆરીના રોજ ઉપલેટા પાસે સવારે 6.19થી 7.33 વાગ્યા સુધીમાં એટલે કે એક કલાક જેટલા સમયગાળામાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. કલાકમાં આટલા બધા આંચકા અનુભવાતા લોકો
સૌરાષ્ટ્રના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી નવ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા, ધોરાજી-જેતપુરની શાળાઓમાં રજા


- ઉપલેટાથી 27-30 કિલોમીટરના અંતરે કેન્દ્ર બિંદુ

રાજકોટ, 09 જાન્યુઆરી (હિ.સ.) : આજે નવમી જાન્યુઆરીના રોજ ઉપલેટા પાસે સવારે 6.19થી 7.33 વાગ્યા સુધીમાં એટલે કે એક કલાક જેટલા સમયગાળામાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. કલાકમાં આટલા બધા આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જ્યારે સવારના 9.45 સુધીમાં એટલે કે ચાર કલાક જેટલા સમયગાળામાં નવ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક જ દિવસમાં આટલા બધા આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

નોંધનીય છે કે, ગુરૂવારની રાતે એટલે કે આઠમી જાન્યુઆરીના રોજ પણ ઉપલેટામાં રાત્રે 8.43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી નવ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફેલાયો હતો.

જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની 15 શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.

ગઇકાલે સાંજે 4 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં છ આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટરના અંતરે નોંધાયા છે. જ્યારે તીવ્રતા 3.5 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.

વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. બે હજારની સાલના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે.

સતત ભૂકંપના આંચકાથી જેતપુરની 14 સરકારી સ્કૂલ અને કામરીબાઈ હાઈસ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને શાળાના આચાર્યઓએ આ નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલ્યા હતા.

સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande