કન્યાકુમારીથી ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો પ્રારંભ, મોરારિબાપુએ ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણને ગણાવ્યાં મહત્ત્વપૂર્ણ તત્ત્વો
ભાવનગર,10 ઓક્ટોબર (હિ.સ.)સનાતન ધર્મના દિવ્ય સંદેશ અને સૌના મંગળની ભાવના સાથે પૂજ્ય મોરારિબાપુ દ્વારા આયોજિત ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનો કન્યાકુમારીથી ઉમંગભેર પ્રારંભ થયો છે. આદિ શંકરાચાર્યજીને ભાવવંદના અર્પણ કરીને શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય હેત
ભારત સાત્વિક યાત્રા


ભાવનગર,10 ઓક્ટોબર (હિ.સ.)સનાતન ધર્મના દિવ્ય સંદેશ અને સૌના મંગળની ભાવના સાથે પૂજ્ય મોરારિબાપુ દ્વારા આયોજિત ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનો કન્યાકુમારીથી ઉમંગભેર પ્રારંભ થયો છે. આદિ શંકરાચાર્યજીને ભાવવંદના અર્પણ કરીને શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ દેશભરમાં સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્વસ્તિનો સંદેશ પ્રસરાવવાનો છે.

કન્યાકુમારી ખાતે પ્રથમ દિવસની રામકથાના પ્રારંભ પહેલાં રેલવે સ્ટેશન પર યાત્રાના શુભારંભનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં યાત્રા સાથે જોડાયેલા ચાર મહત્ત્વપૂર્ણ તત્ત્વો ત્યાગ, તપ, તિતિક્ષા અiને તર્પણનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ ચારેય પાસાંને આધ્યાત્મિક જીવનની મહત્ત્વપૂર્ણ ભાવનાઓ તરીકે રજૂ કર્યાં હતાં.

આ રામકથામાં દેશ-વિદેશના અનેક ભાવિક ભક્તો જોડાયા છે. શ્રોતાઓને કથાશ્રવણનો લાભ મળી રહે તે માટે ‘કૈલાસ’ અને ‘ચિત્રકૂટ’ નામની બે વિશેષ રેલગાડીઓ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કન્યાકુમારીથી કેદારનાથ સુધીની આ અનોખી કથાયાત્રા દ્વારા આધ્યાત્મિક ચેતના, ભારતીય સંસ્કૃતિ અને સૌના કલ્યાણનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande