સિવિલ હોસ્પિટલ ખાતે રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર ડોક્ટરો, કર્મચારીઓ માટે 'હેલ્થ ચેકઅપ કેમ્પ' યોજાયો
સુરત, 10 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન અનુસાર સુરત નવી સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સભ્યો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ પહેલ હેઠળ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા ના માર્ગદ
સિવિલ હોસ્પિટલ ખાતે રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર ડોક્ટરો, કર્મચારીઓ માટે 'હેલ્થ ચેકઅપ કેમ્પ' યોજાયો


સુરત, 10 ઓક્ટોબર (હિ.સ.): રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન અનુસાર સુરત નવી સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સભ્યો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ પહેલ હેઠળ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા ના માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી તબીબી મહાવિદ્યાલયના ૧૧૦ જેટલા PG રેસિડન્ટ ડૉક્ટર્સ તેમજ ૩૦ જેટલા સફાઈ કર્મચારીઓ મળી કુલ ૧૪૦ જેટલા સ્ટાફગણનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ આરોગ્ય તપાસ ઝુંબેશ નવી સિવિલ હોસ્પિટલની જૂની ઓપીડી નંબર-૧૧ (ટીબી & ચેસ્ટ વિભાગ) ખાતે સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા દરમિયાન યોજવામાં આવી હતી. કેમ્પમાં રૂટીન હેલ્થ ચેકઅપ, બ્લડ ટેસ્ટ, ઈસીજી (ECG) સહિત તબીબોની સલાહ મુજબની તમામ જરૂરી તબીબી તપાસ કરવામાં આવી હતી.

ઇન્ચાર્જ RMO ડો. લક્ષ્મણ ટહેલીયાની તથા નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આ તપાસ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સરકારની સૂચના મુજબ આગામી ૨ થી ૩ મહિના દરમિયાન દર શનિવારે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સભ્યોનું તબક્કાવાર હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવશે.

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ફીઝીશીયન ડો. નિલેશ જલોધરા, ડો. રેવાંથ, CMO ડો. સંધ્યા અખાવડીયા, બાયોકેમિસ્ટ્રિ લેબ કોર્ડિનેટર ડો. નિલમ કારભારી, ઈન્ટર્ન ડૉક્ટર્સ, ડાયટિશિયન શિલ્પા પાંડુ, ફીઝીયોથેરાપિસ્ટ ડો. જલ્પા લુનાગઢીયા, ડો. વત્સલ ભનસાલી તેમજ મદદનીશ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande