માતાના મઢના માર્ગે બેફામ બાઇકચાલકો સામે નખત્રાણા પોલીસની લાલ આંખ! 40 જેટલી બાઇકો ડિટેઇન
- મોડીફાઇ સાઇલેન્સર, ઓવર સ્પીડ અને નંબર પ્લેટ વગરનાં વાહનો સામે કાર્યવાહી; પદયાત્રીઓની સલામતી માટે પોલીસ એક્શન મોડમાં કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં માતાના મઢ તરફ આશાપુરા માતાજીનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓની સુરક્ષા અને માર્ગ પર ટ્રાફિક વ્
નખત્રાણા પોલીસની બેફામ બાઈક ચાલકો સામે કાર્યવાહી


નખત્રાણા પોલીસની બેફામ બાઈક ચાલકો સામે કાર્યવાહી


નખત્રાણા પોલીસની બેફામ બાઈક ચાલકો સામે કાર્યવાહી


નખત્રાણા પોલીસની બેફામ બાઈક ચાલકો સામે કાર્યવાહી


- મોડીફાઇ સાઇલેન્સર, ઓવર સ્પીડ અને નંબર પ્લેટ વગરનાં વાહનો સામે કાર્યવાહી; પદયાત્રીઓની સલામતી માટે પોલીસ એક્શન મોડમાં

કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં માતાના મઢ તરફ આશાપુરા માતાજીનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓની સુરક્ષા અને માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નખત્રાણા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પદયાત્રાના માર્ગ પર બેફામ ઝડપે વાહનો દોડાવી, મોડીફાઇ સાઇલેન્સરથી ઘોંઘાટ ફેલાવી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. નખત્રાણા પોલીસની આ કાર્યવાહી દરમિયાન આશરે 40 જેટલાં વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં, જ્યારે સ્થળ પર જ આશરે રૂ.15 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બેગડિયા, ટ્રાફિક જમાદાર નિકુંજદાન ગઢવી, વિષ્ણુભાઈ માજીરાણા સહિતના પોલીસ કર્મચારીઓએ શનિવારે સવારથી જ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કાર્યવાહી શરૂ કરી હતી. ખાસ કરીને માતાના મઢ તરફ જતા માર્ગ પર પદયાત્રીઓની અવરજવર વધી રહી હોવાથી તેમની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

પોલીસની તપાસ દરમિયાન મોડીફાઇ સાઇલેન્સર લગાવેલી બાઇકો, નંબર પ્લેટ વગરનાં વાહનો, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો તેમજ જરૂરી દસ્તાવેજો અને લાઇસન્સ વગર વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહનચાલકો સાઇલેન્સર કાઢીને અથવા વધુ ઘોંઘાટ કરતા વાહનો સાથે રસ્તા પર નીકળતા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. આવા વાહનોના કારણે ધ્વનિ પ્રદૂષણ વધવાની સાથે પદયાત્રીઓને મુશ્કેલી પડવાની અને અકસ્માતનું જોખમ ઊભું થવાની સંભાવના રહે છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી બહારથી આવતા કેટલાક વાહનચાલકો દ્વારા બેફામ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે ફરિયાદો મળતાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની સઘન કામગીરીથી માર્ગ પર શિસ્ત જળવાય અને પદયાત્રીઓને રાહત મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નખત્રાણા પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે માતાના મઢની પદયાત્રા દરમિયાન ધીરજપૂર્વક વાહન ચલાવે, ઝડપ મર્યાદાનું પાલન કરે, વાહનનાં જરૂરી દસ્તાવેજો સાથે રાખે અને પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખે. નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande