જામનગરની ડેન્ટલ કોલેજ ખાતે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી સત્ર યોજાયું
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે બ્રિધિંગ સ્ટેશન્સ પહેલ હેઠળ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગેના એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઉન્સિલ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રિધિંગ સ્ટેશન્સ પહેલન
માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી સત્ર


જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે બ્રિધિંગ સ્ટેશન્સ પહેલ હેઠળ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગેના એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઉન્સિલ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રિધિંગ સ્ટેશન્સ પહેલના પ્રોજેક્ટ ચેર દર્શિત સોલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રનો મુખ્ય હેતુ ઉપસ્થિત લોકોને માનસિક તાણમાંથી મુક્તિ અપાવવાનો હતો.

રોટરી ક્લબ ઓફ ઇમેજિકાના મુખ્ય તાલીમકાર ડો. કૌશિક નારિયાએ આ સત્રનું સંચાલન કર્યું હતું. તેમણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે સજાગ રીતે શ્વાસ લેવાની પ્રક્રિયાનું મહત્વ વિગતવાર સમજાવ્યું હતું.

સત્ર દરમિયાન હાજર રહેલા તમામ લોકોએ માર્ગદર્શન હેઠળ શ્વાસની વિવિધ કસરતો કરી હતી. આ સાથે જ તેમણે થોભો, શ્વાસ લો અને મનને ફરી સજાગ કરો પદ્ધતિનો પ્રાયોગિક અભ્યાસ પણ કર્યો હતો.

રોટરી ક્લબ ઓફ ઇમેજિકાના પ્રમુખ હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા બ્રિધિંગ સ્ટેશન્સ પહેલ શરૂ કરવામાં આવી છે. આ મિશનને આગળ ધપાવવા માટે સ્વયંસેવકોની નિમણૂક કરાશે, જે કોલેજ પરિસરમાં લોકોને શ્વાસની કસરતો માટે પ્રેરિત કરશે. આ કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande