અમરેલીના કોંગ્રેસી નેતા વીરજીભાઈ ઠુંમરને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરિવારને પાઠવી સાંત્વના
અમરેલી,, 11 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજીભાઈ ઠુંમરના અવસાનથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. વીરજીભાઈ ઠુંમરના અવસાન
**અમરેલીના કોંગ્રેસી નેતા વીરજીભાઈ ઠુંમરને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરિવારને પાઠવી સાંત્વના**


અમરેલી,, 11 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજીભાઈ ઠુંમરના અવસાનથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. વીરજીભાઈ ઠુંમરના અવસાન પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો તેમના નિવાસસ્થાને અથવા અંતિમ દર્શનના સ્થળે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ વીરજીભાઈ ઠુંમરના અવસાન પ્રસંગે ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સાથે તેમણે શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખદ ઘડીમાં પરિવારને હિંમત રાખવા જણાવ્યું હતું.

વીરજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લાના રાજકીય ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. કોંગ્રેસના નેતા તરીકે તેમણે જાહેર જીવનમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષ અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ છે.

શંકરસિંહ વાઘેલાએ પરિવારજનોને સાંત્વના પાઠવીને આ મુશ્કેલ સમયમાં તેમની સાથે સંવેદના વ્યક્ત કરી હતી. વીરજીભાઈ ઠુંમરની સ્મૃતિઓ અને જાહેર જીવનમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. તેમના નિધનથી રાજકીય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ખોટ પડી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande