ગાંધીનગર મનપા ચૂંટણી: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ મતદાન મથકોની લીધી મુલાકાત
- બૂથ પરની ભૌતિક અને સુવિધાજનક વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરી ગાંધીનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ
કલેક્ટરે મુલાકાત લીધી


કલેક્ટર


- બૂથ પરની ભૌતિક અને સુવિધાજનક વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરી

ગાંધીનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ શહેરના વિવિધ મતદાન મથકોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ સેક્ટર-૧૫ અને સેક્ટર-૧૯ ખાતે આવેલા મતદાન મથકોની ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બૂથ પર રાખવામાં આવેલી તમામ ભૌતિક અને સુવિધાજનક વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ મુલાકાતમાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પણ જોડાયા હતા.

આ ઉપરાંત, તેમણે મતદાન કરવા આવેલા નાગરિકો સાથે સહજ સંવાદ સાધીને મતદાન મથકની વ્યવસ્થાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. સાથે જ, સ્થળ પર ફરજ બજાવી રહેલા ચૂંટણી કર્મચારીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા.

ગાંધીનગર શહેરના તમામ મતદાન મથકો પર મતદારો નિર્ભયપણે અને સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા વ્યાપક અને પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande