અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજીભાઈ ઠુંમરને ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરિવારને પાઠવી સાંત્વના
અમરેલી,, 11 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજીભાઈ ઠુંમરના અવસાનથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. વીરજીભાઈ ઠુંમરના અવસાન
અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજીભાઈ ઠુંમરને ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરિવારને પાઠવી સાંત્વના


અમરેલી,, 11 ઓક્ટોબર (હિ.સ.)

અમરેલી જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજીભાઈ ઠુંમરના અવસાનથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. વીરજીભાઈ ઠુંમરના અવસાન પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ ઉપસ્થિત રહી દિવંગત વીરજીભાઈ ઠુંમરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને આ મુશ્કેલ સમયમાં પરિવારને હિંમત રાખવા જણાવ્યું હતું.

વીરજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લાના રાજકીય ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે તેમણે જાહેર જીવનમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમના અવસાનથી રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

ઈસુદાન ગઢવીએ પરિવારજનોને સાંત્વના પાઠવીને દુઃખની આ ઘડીમાં સંવેદના વ્યક્ત કરી હતી. વીરજીભાઈ ઠુંમરના નિધનથી તેમના પરિવારજનો, મિત્રો, સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોમાં શોક છવાયો છે. જાહેર જીવનમાં તેમના યોગદાનને યાદ કરીને વિવિધ આગેવાનો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande