ઉપલેટાના નાગવદર ગામે યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં તમામ 4016 અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સીધા અને પારદર્શી રીતે ઘરઆંગણે જ મળી રહે તે માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા સેતુ’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમ


રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સીધા અને પારદર્શી રીતે ઘરઆંગણે જ મળી રહે તે માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા સેતુ’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો તરફથી મળેલી તમામ ૪૦૧૬ અરજીઓનો તંત્ર દ્વારા સ્થળ પર જ ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ‘સેવા સેતુ’ કેમ્પમાં મહેસૂલ અને પંચાયત વિભાગ સહિત વિવિધ ક્ષેત્રોની સેવાઓ માટે નાગરિકોએ અરજીઓ કરી હતી. જેમાં સૌથી વધુ ૭-૧૨/૮-અના પ્રમાણપત્રો માટે ૧૨૮૯ અરજીઓ, ડીવર્મીંગ માટે ૧૨૬૭ અરજીઓ અને હેલ્થ વેલનેસ કાર્ડ અંતર્ગત ડાયાબીટીઝ તથા બી.પી. ચકાસણી માટે ૯૮૯ અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓની સ્થળ પર જ ચકાસણી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, મિલકત આકારણીના ઉતારા માટે ૩૦૬, પી.એમ.જે.એ.વાય. મા કાર્ડ માટે ૩૦, આઈ.સી.ડી.એસ. અંતર્ગત બાળકોના આધાર કાર્ડ માટે ૩૦, નમોશ્રી યોજના માટે ૨૮, મેડીસીન સારવાર માટે ૨૩ અને પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર માટેની ૧૯ અરજીઓ મેળવીને તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો હતો.

તદુપરાંત, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ સેવાઓની ૧૧, પી.એમ. કિસાન સન્માન નિધિના ઈ-કે.વાય.સી. માટે ૧૦, આવકના દાખલા માટે ૦૬, જાતિ પ્રમાણપત્ર માટે ૦૪, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે ૦૨ તથા નિરાધાર વૃદ્ધ-દિવ્યાંગ સહાય અને ગંગાસ્વરૂપા સહાય યોજનાની ૦૧-૦૧ અરજીઓ મંજૂર કરાઈ હતી. ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી તંત્રે નાગરિકોને ઘરઆંગણે જ જરૂરી સરકારી સેવાઓ પૂરી પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande