રાજકોટના સરસ મેળામાં સિમેન્ટની કલાત્મક વસ્તુઓથી આકર્ષણ જમાવતી યુવા ઉદ્યોગસાહસિક પ્રિન્સીબેન
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા સરસ મેળામાં સિમેન્ટમાંથી આકર્ષક હોમ ડેકોરેશનની વસ્તુઓ બનાવનાર યુવા ઉદ્યોગસાહસિક પ્રિન્સીબેન ઘોડાસરાનો સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યાં તેમનો આ નવતર
સિમેન્ટની કલાત્મક વસ્તુઓથી આકર્ષણ


રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા સરસ મેળામાં સિમેન્ટમાંથી આકર્ષક હોમ ડેકોરેશનની વસ્તુઓ બનાવનાર યુવા ઉદ્યોગસાહસિક પ્રિન્સીબેન ઘોડાસરાનો સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યાં તેમનો આ નવતર કન્સેપ્ટ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.

માત્ર ચારથી પાંચ મહિના પહેલા શરૂ થયેલા આ સ્ટાર્ટઅપમાં સિમેન્ટ અને કોંક્રિટ આર્ટમાંથી હોમ ડેકોરેશનની અવનવી વસ્તુઓ, દિવાળી માટેના દીવા, ટ્રે અને હોમ ઓર્ગેનાઈઝર જેવી આધુનિક અને ઉપયોગી પ્રોડક્ટ્સ જાતે જ ઘરે તૈયાર કરવામાં આવે છે. ટૂંકા સમયમાં જ આ પ્રોડક્ટ્સને ગ્રાહકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે.

સરકારની યોજનાઓ અને પ્લેટફોર્મની પ્રશંસા કરતા પ્રિન્સીબેન જણાવે છે કે સરસ મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાની સાથે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેનાથી આર્થિક રીતે મોટો ટેકો મળે છે અને મહિલાઓના કૌશલ્યને નવી ઓળખ મળે છે.

નવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપતા તેઓ માર્ગદર્શન આપે છે કે કોઈપણ નવો વ્યવસાય શરૂ કરતી વખતે સરકારી યોજનાઓ અને સુવિધાઓ વિશે પૂરતું સંશોધન કરીને તેનો મહત્તમ લાભ મેળવવો જોઈએ. રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને GLPC દ્વારા યોજાતા આવા મેળાઓ 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરી મહિલા સશક્તિકરણનું સબળ માધ્યમ સાબિત થઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande