રાજકોટમાં દાંડિયા રાસ રમી પરત ફરતા કિશોરે એક્ટિવાને અડફેટે લીધું: વૃદ્ધાનું કરૂણ મોત, પુત્ર ગંભીર
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સાધુ વાસવાણી ટી-પોઇન્ટ પાસે મોડી રાત્રે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. માઇ મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રના એક્ટિવાને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે જોરદાર ટક
અકસ્માત ની ઘટનામાં વૃદ્ધાનું મોત


રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સાધુ વાસવાણી ટી-પોઇન્ટ પાસે મોડી રાત્રે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. માઇ મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રના એક્ટિવાને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૭૦ વર્ષીય વૃદ્ધા જશુબા તલાટીયાનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેમનો પુત્ર ચિરાગસિંહ ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માતની વિગતવાર માહિતી અનુસાર, સાધુ વાસવાણી રોડ પર આવેલ અજંતા પાર્કમાં રહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા ૩૭ વર્ષીય ચિરાગસિંહ વિજયસિંહ તલાટીયા શનિવારે રાત્રે તેમના માતા જશુબા તલાટીયા (૭૦) અને બનેવી વિપુલસિંહ ભાવસિંહ ચાવડા સાથે મનહર પ્લોટમાં આવેલા માઇ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ બનેવી ત્યાં જ રોકાઈ ગયા હતા, જ્યારે ચિરાગસિંહ તેમના માતાને એક્ટિવા પાછળ બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આકાશવાણી ચોક નજીક આવેલા સાધુ વાસવાણી ટી-પોઇન્ટ પર પહોંચતા જ સામેથી બેફામ ઝડપે આવી રહેલી કાર નંબર જીજે-1-આરએ-6328ના ચાલકે એક્ટિવાને જોરદાર ઠોકર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ માતા-પુત્ર એક્ટિવા સાથે ફૂટબોલની જેમ હવામાં ઉછળીને દૂર રોડ પર પટકાયા હતા. આ ઘટના જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધા જશુબાએ ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતાં તલાટીયા પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસે ચિરાગસિંહના બનેવી વિપુલસિંહ ચાવડાની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે કારચાલક રિષી જીતેન્દ્રભાઈ રૂપારેલીયા (૨૦, રહે. શિવાલિક એપાર્ટમેન્ટ, કેકેવી હોલ પાસે) બીબીએનો અભ્યાસ કરે છે. તે પોતાના મિત્ર અને ત્રણ યુવતીઓ મળીને કુલ પાંચ લોકો સાથે અવધ પાસે આવેલી હોટલમાં ડિસ્કો દાંડિયા રમીને કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઇ હતી. પોલીસે કારચાલક રિષી રૂપારેલીયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande