ઇન્ડિકા કારના ચોર ખાનામાંથી દારૂની 130 બોટલ મળી.
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર LCBએ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌટા ચેકપોસ્ટ નજીક ઇન્ડિકા કારમાં ચોરખાનું બનાવી છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી દારૂની કુલ 130 બોટલ અને કાર સહિતરૂ. 2,76,495નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ
ઇન્ડિકા  કારના  ચોર ખાનામાંથી દારૂની  130  બોટલ  મળી.


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર LCBએ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌટા ચેકપોસ્ટ નજીક ઇન્ડિકા કારમાં ચોરખાનું બનાવી છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી દારૂની કુલ 130 બોટલ અને કાર સહિતરૂ. 2,76,495નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર ચૌટા ચેક પોસ્ટ નજીકથી પસાર થતી સફેદ રંગની ટાટાઇન્ડિકા કાર નંબર GJ-01-KS-4311નીતપાસ દરમિયાન ચોરખાનામાં છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં અલગ-અલગ બ્રાન્ડની 100 બોટલની કિંમત રૂ. 46,495 અને બીયરની 30 બોટલની કિંમત રૂ. 30 હજાર મળી કુલ રૂ. 76,495નો દારૂ કબજે કરાયો હતો. કારનીકિંમત રૂ. 2 લાખ ગણતાં કુલ મુદ્દામાલ રૂ. 2,76,495 થાય છે.

આ કેસમાં ખાપટ નવાપરા, માતૃતી ઓઇલ મિલ પાસે રહેતા 52 વર્ષીય માલદે રણમલભાઈ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande