ચાણસ્મામાં નિશુલ્ક આંખ તપાસ કેન્દ્ર ‘કેડી વિઝન સેન્ટર’નો પ્રારંભ, જરૂરિયાતમંદોને મળશે વિનામૂલ્યે સારવાર
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)ચાણસ્મામાં આંખના દર્દીઓ માટે સેવાકીય પહેલરૂપે નિશુલ્ક આંખ તપાસ કેન્દ્ર ‘કેડી વિઝન સેન્ટર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વ. કુસુમબેન ધીરજલાલ દેસાઈની જન્મજયંતી નિમિત્તે સ્વ. અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવારના સહયોગથી મામલતદાર કચેર
ચાણસ્મામાં નિશુલ્ક આંખ તપાસ કેન્દ્ર ‘કેડી વિઝન સેન્ટર’નો પ્રારંભ, જરૂરિયાતમંદોને મળશે વિનામૂલ્યે સારવાર


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)ચાણસ્મામાં આંખના દર્દીઓ માટે સેવાકીય પહેલરૂપે નિશુલ્ક આંખ તપાસ કેન્દ્ર ‘કેડી વિઝન સેન્ટર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વ. કુસુમબેન ધીરજલાલ દેસાઈની જન્મજયંતી નિમિત્તે સ્વ. અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવારના સહયોગથી મામલતદાર કચેરી પાસે આ કેન્દ્ર શરૂ કરાયું છે. તરભ વાળીનાથ ધામના મહંત પૂજ્ય જયરામગીરી બાપુના હસ્તે કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ સેવાના આ કાર્યને બિરદાવીને જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.

કેડી વિઝન સેન્ટર ખાતે દર્દીઓની આંખોની તપાસ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયો, જામર તથા આંખના પડદાને લગતી બીમારીઓ માટે સંસ્થા દ્વારા નિશુલ્ક સારવાર આપવામાં આવશે. આ પહેલથી આર્થિક રીતે નબળા પરિવારોને આંખની સારવાર મેળવવામાં મોટી રાહત મળશે. કેન્દ્રનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે, જેથી ચાણસ્મા અને આસપાસના વિસ્તારના દર્દીઓ આ સેવાનો લાભ લઈ શકશે.

આ પ્રસંગે ગોગા મહારાજ પરિવારના મહેન્દ્રભાઈ દેસાઈએ આ સેવાકીય પહેલને આવકારી હતી. કાર્યક્રમમાં કેડી હોસ્પિટલના ડૉ. અદિત દેસાઈ, ડૉ. અનુજાબેન દેસાઈ, મામલતદાર વિજય ગઢવી, ડૉ. મહેન્દ્ર દેસાઈ, ડૉ. પાર્થ દેસાઈ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આંખોની તપાસથી લઈને ગંભીર બીમારીઓની સારવાર સુધીની સુવિધા નિશુલ્ક ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસથી જરૂરિયાતમંદ દર્દીઓને રાહત મળશે અને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande