હારીજ પી.આઈ.ના દીકરાના જન્મદિવસે શાળામાં સેવાકાર્યો, વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.જે. મહેરીયાના દીકરાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને હારીજ તાલુકાની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસ
હારીજ પી.આઈ.ના દીકરાના જન્મદિવસે શાળામાં સેવાકાર્યો, વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.જે. મહેરીયાના દીકરાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને હારીજ તાલુકાની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભોજન કરાવી સામાજિક સેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

હારીજ તાલુકાની સરેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો તેમજ ટ્રાફિકના નિયમો સહિત પોલીસને લગતા વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધે અને તેઓ સુરક્ષિત રીતે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતા થાય તેવો હેતુ રહ્યો હતો.

આ સેવાકીય કાર્યક્રમ બદલ શાળાના આચાર્ય જયંતિભાઈ દેસાઈ સહિત શિક્ષક પરિવારે હારીજ પી.આઈ. એ.જે. મહેરીયા અને પોલીસ સ્ટેશનની ટીમનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શિક્ષક ધવલદાન ગઢવી અને કિંજલબેન ચૌધરી સહિત શાળાના શિક્ષકોએ પોલીસની આ પહેલને બિરદાવી હતી. જન્મદિવસની ઉજવણીને સમાજસેવા, શિક્ષણ અને કાયદાકીય જાગૃતિ સાથે જોડવાના આ પ્રયાસની સરાહના કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande