સાંતલપુરમાં પ્રથમ વખત યોજાયો ભવ્ય વૃંદાવન પશુ મેળો, અશ્વપ્રેમીઓ અને પશુપાલકો ઉમટ્યા
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)સાંતલપુરમાં 12થી 14 ઓક્ટોબર, 2026 દરમિયાન પ્રથમ વખત ભવ્ય વૃંદાવન પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુર-સામખિયાળી હાઈવે પર આવેલા મામા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં ગુજરાત, રાજસ્થાન, મારવાડ, કાઠિયાવાડ અને કચ્છ સહિ
સાંતલપુરમાં પ્રથમ વખત યોજાયો ભવ્ય વૃંદાવન પશુ મેળો, અશ્વપ્રેમીઓ અને પશુપાલકો ઉમટ્યા


સાંતલપુરમાં પ્રથમ વખત યોજાયો ભવ્ય વૃંદાવન પશુ મેળો, અશ્વપ્રેમીઓ અને પશુપાલકો ઉમટ્યા


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)સાંતલપુરમાં 12થી 14 ઓક્ટોબર, 2026 દરમિયાન પ્રથમ વખત ભવ્ય વૃંદાવન પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુર-સામખિયાળી હાઈવે પર આવેલા મામા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મેળામાં ગુજરાત, રાજસ્થાન, મારવાડ, કાઠિયાવાડ અને કચ્છ સહિતના વિસ્તારોમાંથી અશ્વપ્રેમીઓ પોતાના કિંમતી અશ્વો સાથે ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં અશ્વોની વિવિધ હરીફાઈઓ યોજાઈ હતી, જેમાં અશ્વપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજનથી પશુપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વૃંદાવન પશુ મેળામાં અશ્વોની હરીફાઈ ઉપરાંત ગાય-ભેંસની દૂધ આપવાની સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. વધુ દૂધ આપતાં પશુઓના માલિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે હરીફાઈમાં વિજેતા અશ્વપાલકોને ઇનામો આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત પશુઓની ખરીદ-વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે પશુપાલકો અને પશુપ્રેમીઓને એક જ સ્થળે ઉપયોગી તક મળી હતી. મેળાએ પશુપાલન ક્ષેત્રે જાણકારી મેળવવા તેમજ પોતાના અનુભવો અને પશુઓની સારી ઓલાદ અંગે માહિતીની આપ-લે કરવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, સાંતલપુરના સરપંચ, તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર, પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, બાબુજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આયોજક વિરપાલસિંહ બહાદુરસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રથમ વૃંદાવન પશુ મેળાએ પશુપાલકો, અશ્વપાલકો અને પશુપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. આ મેળો પશુપાલન ક્ષેત્રના વિકાસ, પરંપરાગત અશ્વસંસ્કૃતિના જતન અને પશુપાલકોને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande