
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બાપોદર ગામના ભરત લીલાભાઈ બાપોદરા સામે ફેસબુક પર રબારી સમાજ વિશે અભદ્ર શબ્દોનો ઉલ્લેખ કરી બે સમાજ વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની લાગણી ફેલાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, ફેસબુક પર ‘ઘડે અને બરડો’ નામના ગ્રૂપના આઈડી પરથી એક સગીર બાળકી સાથે દુષ્કર્મની શરમજનક ઘટના અંગેની પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ પરભરત બાપોદરાએ પોતાના ‘ભરત બાપોદરા’ નામના ફેસબુક આઈડી પરથી કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટમાં રબારી સમાજ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ પ્રકારની કોમેન્ટથી રબારી સમાજ અને અન્ય સમાજ વચ્ચે દુશ્મનાવટ, ધિક્કાર અથવા દ્વેષની લાગણી ફેલાય તેવું કૃત્ય કરવામાં
આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ બળદેવ વજુભાઈ વાળા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya