



પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા
શહેરમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવવા, ખાદ્યપદાર્થોમાં છાપાની પસ્તીનો ઉપયોગ
અટકાવવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન નવયુગ
વિદ્યાલય સામે અને સુદામા ચોક વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનોમાં નિયમોના પાલન
અંગે કાર્યવાહી કરી કુલ 7 એકમોને રૂ. 1950નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત રાજ ચાઈનીઝને રૂ. 500, જલારામ ગાંઠિયાને રૂ. 200, રાજુભાઈ મદ્રાસી વાનગીને રૂ. 250, વેલકમ ચાઈનીઝને રૂ. 250, સદગુરુ ગાંઠિયા-જલેબીને રૂ. 250, રજની ઢોસાને રૂ. 250 અને શિવમ ફાસ્ટફૂડને રૂ. 250 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને, ખાદ્ય સુરક્ષાના
નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ખાદ્યપદાર્થોમાં છાપાની પસ્તીનો ઉપયોગ ન કરવા તથા દુકાનો અને આસપાસના
વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya