
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના અડવાણા ગામે જાહેર રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે
એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે તેની પાસેથી રૂ. 7,000ની કિંમતનો દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, અડવાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ રાણાવાયા (ઉંમર 24 વર્ષ)ને ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખવા બદલ ઝડપી પાડવામાં આવ્યો હતો.તેની પાસેથી 180 મિલીલીટરની પ્લાસ્ટિકની સીલબંધ નાની બોટલ નંગ-28 મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 7,000 હોવાનું જણાવાયું
છે.આ મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રણજીત
મોઢવાડિયાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસના
જણાવ્યા મુજબ, દારૂના જથ્થા અંગે બંને એ એકબીજાને મદદગારી કરી હોવાનો આરોપ છે.આ કેસમાં અજય રાણાવાયા સ્થળ પરથી
ઝડપાયો છે, જ્યારે રણજીત મોઢવાડિયાને પકડવાનો બાકી હોવાનું જાણવા મળ્યું છે બગવદર પોલીસે
દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya