સમુદ્રમાં લાઇટ ફિશિંગ કરી રહેલ બે બોટો સામે કાર્યવાહી.
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના દરિયામાં માછીમારી દરમિયાન બિનઅધિકૃત રીતે અત્યંત તેજ પ્રકાશ આપતી LED લાઇટનો ઉપયોગ કરવાના બે અલગ અલગ બનાવ સામે આવ્યા છે. નવીબંદર મરીન પોલીસ અને હાર્બર મરીન પોલીસે કાર્યવાહી કરીને બે બોટચાલકો સામે ગુજરાત
સમુદ્રમાં લાઇટ ફિશિંગ  કરી રહેલ બે બોટો સામે કાર્યવાહી.


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના દરિયામાં માછીમારી દરમિયાન બિનઅધિકૃત રીતે અત્યંત તેજ પ્રકાશ આપતી LED લાઇટનો ઉપયોગ કરવાના બે અલગ અલગ બનાવ

સામે આવ્યા છે. નવીબંદર મરીન પોલીસ અને હાર્બર મરીન પોલીસે કાર્યવાહી કરીને બે બોટચાલકો સામે ગુજરાત

મત્સ્યોદ્યોગ અધિનિયમ તથા સંબંધિત નિયમોના ભંગ બદલ ગુના નોંધ્યા છે. દરિયામાં તેજ લાઇટનો

ઉપયોગ કરીને માછીમારી કરવાની પ્રવૃત્તિ સામે

પોલીસનીઆ કાર્યવાહીથી માછીમારીના નિયમોના પાલનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો

છે.

નવીબંદર મરીન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટની સામે

દરિયામાં ‘પાર્થ’ નામની બોટ (રજિસ્ટ્રેશન નંબરINDGJ-25-MO-1531)માં બિનઅધિકૃત રીતે તેજ લાઇટ લગાવી માછીમારી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ

મામલે ખારવાવાડના યોગેશ વિનોદભાઈ કોટિયા (ઉંમર 36 વર્ષ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજા બનાવમાં હાર્બર મરીન પોલીસે બિરલા ફેક્ટરી સામે દરિયામાં કાર્યવાહી

કરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર, ‘રામાપીર’નામની બોટ (રજિસ્ટ્રેશન નંબર IND-GJ25-MO-1336)માં તેજ પ્રકાશ આપતી LED લાઇટનો ઉપયોગ કરીને માછીમારી કરવામાં આવતી હતી. આ મામલે સુભાષનગરમાં રહેતા ભરત રણછોડભાઈ તુંબડિયા (ઉંમર 48 વર્ષ) સામે ગુનો નોંધવામાં આવ્યો

છે. બંને બનાવોમાં મરીન પોલીસે સંબંધિત કાયદા

અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.દરિયામાં બિનઅધિકૃત લાઇટ ફિશિંગ સામેનીઆ કાર્યવાહીથી હવે આવી પ્રવૃત્તિઓ પર

કેટલો અંકુશ આવે છે અને દરિયાઈ

મત્સ્યસંપત્તિના સંરક્ષણ માટે તંત્ર આગળ કેવાં પગલાં

ભરે છેતે જોવું રહયુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande