મગફળીની વધુ આવકને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ કરવાની જાહેરાત
ભાવનગર,14 ઓક્ટોબર (હિ.સ.) : મહુવા સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મગફળીની વધુ આવકને ધ્યાનમાં રાખીને મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણીએ જાહેર જાણ કરી છે. જાહેર કરવામાં આ
મહુવા યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર,14 ઓક્ટોબર (હિ.સ.) : મહુવા સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મગફળીની વધુ આવકને ધ્યાનમાં રાખીને મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણીએ જાહેર જાણ કરી છે.

જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકનું પ્રમાણ વધતાં બુધવાર, તા. 14 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9:30 કલાકથી મગફળીની આવક બંધ કરવામાં આવશે. નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોએ મગફળી વેચાણ માટે યાર્ડમાં લાવવી નહીં. આ સૂચનાનું પાલન કરવા ખેડૂતભાઈઓ તેમજ કમિશન એજન્ટોને ખાસ અપીલ કરવામાં આવી છે.

માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વધુ એક મહત્ત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. જ્યારે પણ ખેડૂતો મગફળી વેચાણ માટે યાર્ડમાં લાવે ત્યારે મગફળીને ઢાંકવા તેમજ પાથરવા માટે જરૂરી પ્લાસ્ટિક ફરજિયાત સાથે લાવવાનું રહેશે. જેથી મગફળીના જથ્થાને સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે.

મગફળીની આવક ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી ખેડૂતો અને વેપારીઓએ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande