નવસારીમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 181 અભયમ ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નવસારી, 14 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તથા કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય મદદ મળી રહે તેવા હેતુથી નવસારીની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા નવસારીના આદર્શ નગર ખાતે જાગૃતિ કાર્યક્રમ ય
Awareness Program Organized


નવસારી, 14 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તથા કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય મદદ મળી રહે તેવા હેતુથી નવસારીની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા નવસારીના આદર્શ નગર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને યુવતીઓને છેડતી, હેરાનગતિ તેમજ અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા જાળવવા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, કોઈપણ પ્રકારની મુશ્કેલી કે સંકટના સમયે ગભરાયા વિના યોગ્ય સહાય મેળવવા માટે જાગૃત રહેવા સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહિલાઓને મદદરૂપ થતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, તાત્કાલિક કટોકટીની પરિસ્થિતિમાં પોલીસ સહાય મેળવવા માટે 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરી શકે અને કોઈપણ અણબનાવ કે મુશ્કેલીના સમયે સમયસર સહાય મેળવી શકે તે હેતુથી આવા જાગૃતિ કાર્યક્રમોનું વિશેષ મહત્ત્વ છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇન, નવસારીની ટીમ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સહાય માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande