વીર નર્મદ યુનિ. ના હિન્દુ અધ્યયન વિભાગમાં યુવા પેઢીની માનસિક સજ્જતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હિન્દુ અધ્યયન વિભાગ દ્વારા વિભાગના સંવાહક ડૉ. ભરત ઠાકોરની ઉપસ્થિતિમાં “યુવા પેઢી અને માનસિક સજ્જતા: માનસિક સ્વાસ્થ્યના પડકારો, આત્મહત્યા નિવારણ અને આપણી જવાબદારી” વિષય પર જાગૃતિ કાર્યક
Awareness program on the mental


સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હિન્દુ અધ્યયન વિભાગ દ્વારા વિભાગના સંવાહક ડૉ. ભરત ઠાકોરની ઉપસ્થિતિમાં “યુવા પેઢી અને માનસિક સજ્જતા: માનસિક સ્વાસ્થ્યના પડકારો, આત્મહત્યા નિવારણ અને આપણી જવાબદારી” વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાની લાગણીઓ અને પડકારો નિઃસંકોચ વ્યક્ત કરી શકે તથા જરૂરિયાત જણાય ત્યારે યોગ્ય માર્ગદર્શન મેળવી શકે, તેવું સહયોગપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.

કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની પ્રેરણા અને કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવીના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા ડૉ. મેઘના પટેલે યુવાઓની મુશ્કેલીઓને સમજવા અને તેમને સાંભળવા માટે પરિવાર, શિક્ષકો, મિત્રો તથા શૈક્ષણિક સંસ્થાઓની સહિયારી ભૂમિકા વર્ણવી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માનસિક સુખાકારી, આત્મવિશ્વાસ અને જીવનના પડકારોનો સામનો કરવાની સજ્જતા વિશે સમજ આપી હતી.

કાર્યક્રમમાં યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ અભિગમ, મુક્ત સંવાદ અને સહયોગની ભાવનાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી હતી. યુવાઓને સમજવા, તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળવા અને તેમની મુશ્કેલીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ રાખવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

કાર્યક્રમના અંતે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, સંવેદનશીલતા અને સહિયારી જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. સંજય પટેલ અને ડૉ. સુમિત રાય અને આભાર વિધિ સંદીપ પટેલે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande