સિહોરમાં પાણીની ગુણવત્તા ચકાસવા ક્લોરિન ટેસ્ટ કરાયા
ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.)સિહોર તાલુકામાં જાહેર આરોગ્ય અને પાણીની ગુણવત્તા જાળવવાના હેતુથી ગૌતમેશ્વર વોટર ફિલ્ટર એન્ડ સપ્લાય પ્લાન્ટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના ક્લોરિનેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન તાલુક
ચકાસણી કરતા અધિકારીઓ


ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.)સિહોર તાલુકામાં જાહેર આરોગ્ય અને પાણીની ગુણવત્તા જાળવવાના હેતુથી ગૌતમેશ્વર વોટર ફિલ્ટર એન્ડ સપ્લાય પ્લાન્ટ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના ક્લોરિનેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન તાલુકા સુપરવાઈઝર અને અ.હે.સે. સિહોરની ટીમ દ્વારા પાણીની ગુણવત્તા ચકાસવા માટે વિવિધ સ્થળોએ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગૌતમેશ્વર વોટર ફિલ્ટર એન્ડ સપ્લાય પ્લાન્ટ ખાતે પાણીમાં ક્લોરિનનું પ્રમાણ તપાસવામાં આવ્યું હતું. આ ઉપરાંત પેટા વિતરણ સંપ ખાતે પણ ક્લોરિન ટેસ્ટ કરીને પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળો અટકાવવા અને નાગરિકોને સુરક્ષિત પાણી મળી રહે તે માટે ક્લોરિનેશનનું વિશેષ મહત્ત્વ છે. આ કામગીરીના ભાગરૂપે બરફના કારખાનામાં પણ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી પાણીની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરી શકાય.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્ટર કંટ્રોલ ટીમની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સામે તકેદારી રાખવા વેક્ટર કંટ્રોલની કામગીરી મહત્ત્વપૂર્ણ છે. આ કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરીનો મુખ્ય ઉદ્દેશ પાણીની ગુણવત્તા જાળવવા, રોગચાળાને અટકાવવા અને નાગરિકોને આરોગ્ય સેવાઓ તથા સરકારી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande