શાર્દૂલ ગુરુકુલના બાળકોનો અનોખો પ્રયાસ: ઇકો-ફ્રેન્ડલી ગબ્બર
ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જ્યારે સમગ્ર ગુજરાત ભક્તિમય વાતાવરણમાં ડૂબેલું હોય છે, ત્યારે પર્યાવરણને બચાવવાનો સંદેશ આપતો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. શાર્દૂલ ગુરુકુલના બાળકોએ સાથે મળીને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ગબ્
ઇકો-ફ્રેન્ડલી ગબ્બર


ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જ્યારે સમગ્ર ગુજરાત ભક્તિમય વાતાવરણમાં ડૂબેલું હોય છે, ત્યારે પર્યાવરણને બચાવવાનો સંદેશ આપતો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. શાર્દૂલ ગુરુકુલના બાળકોએ સાથે મળીને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ગબ્બરનું નિર્માણ કર્યું છે.

સામાન્ય રીતે ગબ્બર કે અંબાજીની કૃતિઓ બનાવવામાં પ્લાસ્ટિક, સિમેન્ટ અને પ્લાસ્ટર ઓફ પેરિસ જેવા બિન-પ્રાકૃતિક પદાર્થોનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. પરંતુ આ બાળકોએ પ્રકૃતિ તરફ પાછા ફરવાનો માર્ગ અપનાવ્યો છે. ગબ્બર અને નગરીના બેઝ અને લીંપણ માટે ગાયના છાણ અને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પરંપરાગત અને શુદ્ધ છે.

ગબ્બરની આસપાસની અંબાજી નગરીના ટાઉન પ્લાનિંગને પણ બાળકોએ ખૂબ બારીકાઈથી કાગળ, પૂંઠા અને અન્ય ઇકો-ફ્રેન્ડલી સાધનોની મદદથી જીવંત કર્યું છે. એટલું જ નહીં, આખી નગરી અને ગબ્બરને શણગારવા માટે પ્રાકૃતિક રંગોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.

બાળકોની આ સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને લઈને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલ દ્વારા બાળકોએ માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande