ભાવનગર જિલ્લાના સહકારી મંડળીઓના સભાસદ ખેડૂત ખાતેદારો ગોડાઉન નિર્માણ માટે, 25 ટકા મૂડી સબસિડી મેળવવા અરજી મંગાવાઈ
ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓના સભાસદ ખેડૂત ખાતેદારોને ગોડાઉન નિર્માણ માટે 25 ટકા મૂડી સબસિડીની સહાય પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ યોજનાન
Ai ફોટો


ભાવનગર, 14 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓના સભાસદ ખેડૂત ખાતેદારોને ગોડાઉન નિર્માણ માટે 25 ટકા મૂડી સબસિડીની સહાય પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ભાવનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોને અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સરકારના ઠરાવ મુજબ સી.ઓ.પી.-37 યોજના વર્ષ 2026-27માં ચાલુ રાખવામાં આવી છે. આ યોજનાના ઘટક-બ હેઠળ ગોડાઉન નિર્માણ માટે મૂડી સબસિડીની સહાય આપવામાં આવશે. આથી, યોજનાનો લાભ લેવા ઇચ્છુક સહકારી મંડળીઓના સભાસદ ખેડૂત ખાતેદારોએ જરૂરી વિગતો અને આધારભૂત દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે ખેડૂતોએ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, રૂમ નંબર એસ-13, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા અંગેની વધુ માહિતી પણ આ કચેરીમાંથી મેળવી શકાશે.

ભાવનગર જિલ્લાના સહકારી મંડળીઓના સભાસદ ખેડૂત ખાતેદારોને ગોડાઉન નિર્માણ માટેની 25 ટકા મૂડી સબસિડી યોજનાનો લાભ લેવા સમયસર અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande