
ગીર સોમનાથ 14 ઓક્ટોબર (હિ.સ.) માઁ આધ્યશક્તિની આરાધનાનાં મહાપર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ થીજ ભક્તોમાં શ્રધ્ધા જોવા મળે ત્યારે નવરાત્રિનાં ના દિવસો મા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે માઁ આધ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પુજન અર્ચન સહિતનાં અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમ્યાન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે પણ શેરીઓમાં - પોળોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. આ પાનવ પર્વ પર મોટો-મોટો શહેરો થી માડીની ને નાના ગામડા પણ માઁ આધ્યશક્તિની આરાધનાનાં મહાપર્વ નવલી નવરાત્રિનો લોકોમાં માતાજીના ગરબે રમવાનો અનેરો ઉચ્ચાહ જોવા મળે છે.
ગુજરાતમાં જ નહીં, પરન્તુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે.ગીર સોમના જિલ્લાનાસુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના ત્યા આજે પણ ભવાની ગરબી મંડળ દ્વારા આયોજિત પ્રાચીન ગરબાનું રમઝટ જોવા મળે છે અને વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠીયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે અને ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે સમસ્ત પ્રશ્નાવડા ગામના યુવાનો ખભે ખભા મિલાવી નવ દિવસ વાતાવરણને ભક્તિમય બનાવે છે અને જે વર્ષો પહેલા ચાલી આવતી પરંપરા યુવાનો દ્વારા જૂની ઢબની ગરબી રમી અને મા ના નોરતા ઉજવાય છે.
ભવાની ગરબી મંડળ પ્રશ્નાવડા ગામ ખાતે મા ના નવ નોરતામાં માનાગરબા.ગરબા.કાન ગોપીનોરાસ ગરબા રાસ .ડાકલા રાસ.ડીપણી રાસ આવા ઘણા બધા જુનવાણી પદ્ધતિથી રાસ ગરબા નું આયોજન થાય છે આ રાસ ગરબા જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પણ જોવા આવે છે આજે પણ આ પ્રશ્નાવડા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અંક બંધ છે અને આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ