
- સહાયનો લાભ લેવા તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં અરજી કરી શકે છે અરજદારો
ગીર સોમનાથ, 14 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જણાવવાનું કે, બાગાયત ખાતા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ : ૨૦૨૬ – ૨૭ માટે કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર – નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજના હેઠળ મોટી નર્સરી (૧ થી ૨ હેકટર) અને નાની નર્સરી (૦.૪ થી ૧ હેકટર સુધી) ઘટકો માટે નવીન આઇ - ખેડૂત પોર્ટલ ૨.૦ તા.૨૫/૧૦/૨૦૨૬ સુધી ખુલ્લૂં મુકવામાં આવ્યું છે.
આ ઘટકો અંતર્ગત મોટી નર્સરી (૧ થી ૨ હેકટર ) માટે ખર્ચના ૪૦% તથા મહત્તમ રૂ. ૨૪ લાખ અને નાની નર્સરી (૦.૪ થી ૧ હેકટર સુધી ) માટે ખર્ચના ૪૦% તથા મહત્તમ રૂ. ૮ લાખસહાય પ્રો-રેટા મુજબ મળવાપાત્ર રહેશે.
લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે, ચાલુ વર્ષ: ૨૦૨૬-૨૭ થી નવીન આઇ - ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યાર બાદ જ ઓનલાઇન અરજી કરી શકશે.
અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે. એમ બાગાયત વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ