પોરબંદરની તમામ માછીમારીએ બોટોની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે કલર કોડ સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ તેમજ તપાસની કામગીરી દરમિયાન માછીમારી બોટોની ઓળખ સરળતાથી થઈ શકે તે હેતુથી ગુજરાતની તમામ માછીમારી બોટોમાં કલર કોડ અને બોટ પર
પોરબંદરની તમામ માછીમારીએ બોટોની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે કલર કોડ સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ

દ્વારા દરિયામાં પેટ્રોલિંગ તેમજ તપાસની કામગીરી દરમિયાન માછીમારી બોટોની ઓળખ

સરળતાથી થઈ શકે તે હેતુથી ગુજરાતની તમામ માછીમારી બોટોમાં કલર કોડ અને બોટ પર

વિગતો દર્શાવવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં પણ માછીમારી બોટોની ઓળખ

સરળતાથી થઈ શકે તે હેતુથી તમામ માછીમારી બોટોમાં કલર કોડ સહિતની વિગતો દર્શાવવી

ફરજિયાત કરવામાં આવી છે.

જેમાં ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અને

ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમો-2003 અન્વયે પોરબંદર જિલ્લાની તમામ માછીમારી બોટોના

માલિકોએ બોટની સુકાનની ઓરડી (વ્હીલ હાઉસ) અથવા તેની કેનોપીને ફરજિયાત નારંગી (Orange) રંગથી રંગવાની રહેશે. તેના ઉપર વહાણનો

રજીસ્ટ્રેશન નંબર કાળા રંગથી સ્પષ્ટ દેખાય તે રીતે લખવાનો રહેશે. તેમજ માછીમારી

બોટની કેબીન ઉપર તેમજ બોટના મોરાની બંને બાજુએ કાળા બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરથી

ફ્લોરોસેન્ટ ઓઈલ પેઈન્ટથી બોટનું નામ અને રજીસ્ટ્રેશન નંબર અંગ્રેજીમાં (English) લખવાના રહેશે. અક્ષરોની સાઈઝમાં ઊંચાઈ

ઓછામાં ઓછી ૧૦ સે.મી. અને પહોળાઈ ઓછામાં ઓછી ૨ સે.મી. હોવી અનિવાર્ય છે અને

તમામ માછીમારી વહાણોની બંને બાજુએ ભારતીય ધ્વજ

(Indian Flag) ચિતરાવવાનો રહેશે. અને વહાણના ફરતે ઉભા રહી શકાય તેવી જગ્યા (આતરી)

તેમજ કુવા (સ્તંભ)ના ઉપલા ભાગ ઉપર નિર્ધારીત કલર કરવાનો રહેશે.

આ બાબત સીધી રાષ્ટ્રીય સુરક્ષા (National

Security) સાથે

જોડાયેલી હોઈ, પોરબંદર

જિલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટો પર ઉપરોક્ત વિગતો સત્વરે સુનિશ્ચિત કરવાની

રહેશે.અને જો તપાસ દરમિયાન કોઈ પણ બોટ ઉપર નામ, રજીસ્ટ્રેશન નંબર કે કલર કોડ નિયમ મુજબ

સ્પષ્ટ દર્શાવેલ નહીં માલૂમ પડે, તો તેવા બોટ માલિક સામે મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ નિયમોનુસાર કડક

કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, .

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande