જામનગર પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 22 મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપાયા
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરની સીટી-સી ડિવિઝન પોલીસે ''તેરા તુજકો અર્પણ'' અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી ગુમ થયેલા રૂ. ૪,૧૧,૦૭૧ ની કિંમતના કુલ ૨૨ કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢીને તેના અસલ માલિકોને ખુશી-ખુશી પરત સોંપ્યા છે. રાજકોટ ર
તેરા તુઝકો અર્પણ


જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરની સીટી-સી ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી ગુમ થયેલા રૂ. ૪,૧૧,૦૭૧ ની કિંમતના કુલ ૨૨ કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢીને તેના અસલ માલિકોને ખુશી-ખુશી પરત સોંપ્યા છે.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન તેમજ ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલાની સૂચનાથી આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ અને પીએસઆઈ આર.એલ. કંડૌરીયાની આગેવાનીમાં વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન ગુમ થયેલા મોબાઈલ શોધવાના પ્રયાસો સઘન બનાવાયા હતા.

સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ જાડેજાએ સીઈઆઈઆર પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર બે મહિનામાં જ વનપ્લસ, વિવો, ઓપો, રિયલમી અને સેમસંગ જેવી પ્રખ્યાત કંપનીઓના સ્માર્ટફોન શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી. જામનગર શહેર, ગ્રામ્ય તેમજ આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા આ ફોન શોધાયા હતા.

પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મૂળ માલિકોને તેમના મોબાઈલ પરત મળતા લાંબા સમયની ચિંતા દૂર થઈ હતી અને નાગરિકોએ પોલીસ વિભાગની આ સવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરી ખુશીની લાગણી અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande