
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા
રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. 16 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ., પોરબંદર ખાતે ભરતીમેળાનું આયોજન
કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતાઓ શ્રી રામબા
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સોનલકૃપા ફાયર એન્ડ સેફ્ટી તથા પ્રો. વાઘેલા પ્રતિકકુમાર શૈલેષભાઈ
ઉપસ્થિત રહી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે.
ભરતીમેળામાં ધોરણ-12 પાસથી લઈને સ્નાતક તથા અનુસ્નાતક
સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં બી.એ., એમ.એ., બી.એડ., એમ.એડ. તેમજ હિન્દી અને સમાજશાસ્ત્ર
વિષયમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરાંત આઈ.ટી.આઈ. વાયરમેન અને
ઇલેક્ટ્રિશિયનનો અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે પણ ઇન્ટરવ્યૂની તક ઉપલબ્ધ
રહેશે.
આ ભરતીમેળા દ્વારા લાયકાત અને કૌશલ્ય અનુસાર
રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને નોકરીદાતાઓ સમક્ષ પોતાની ક્ષમતા રજૂ કરવાની તક
મળશે. તેથી ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા વધુમાં વધુ યોગ્ય
રોજગારવાંચ્છુ ઉમેદવારોને નિર્ધારિત તારીખે અને સમયે આઈ.ટી.આઈ., પોરબંદર ખાતે ઉપસ્થિત રહી ભરતીમેળામાં
ભાગ લેવા જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya