કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇન્ડસ્ટ્રી–ઇન્સ્ટિટ્યૂશન ઇન્ટરૅક્શન સેલ દ્વારા ઇન્ડસ્ટ્રી–એકેડેમિયા કોલેબોરેશન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇન્ડસ્ટ્રી–ઇન્સ્ટિટ્યૂશન ઇન્ટરૅક્શન (III) સેલ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (NITTTR), ભોપાલના સહયોગથી પાંચ દિવસીય ઇન્ડસ્ટ્રી–એકેડેમિયા કોલેબોરેશન ફેકલ્ટી
ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન


ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન


ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન


ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન


ગાંધીનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇન્ડસ્ટ્રી–ઇન્સ્ટિટ્યૂશન ઇન્ટરૅક્શન (III) સેલ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (NITTTR), ભોપાલના સહયોગથી પાંચ દિવસીય ઇન્ડસ્ટ્રી–એકેડેમિયા કોલેબોરેશન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રમુખ તથા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને ગાંધીનગરના ચેરમેન વલ્લભ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવાનો તથા અધ્યાપકોને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતો, આધુનિક વ્યવસાયિક પદ્ધતિઓ અને ઉદ્યોગલક્ષી શિક્ષણ અંગે માહિતગાર કરવાનો હતો.

આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં NITTTR, ભોપાલના નિષ્ણાત અધ્યાપકો પ્રો. વી. કે. ત્રિપાઠી અને પ્રો. મનીષ ભાર્ગવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સત્રો દ્વારા અધ્યાપકોને ઉદ્યોગોની અપેક્ષાઓ અનુસાર શિક્ષણ પદ્ધતિઓ વિકસાવવા, વ્યવહારુ જ્ઞાનને પ્રોત્સાહન આપવા તથા વિદ્યાર્થીઓમાં આવશ્યક કૌશલ્યો વિકસાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પાંચ દિવસીય આ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગલક્ષી શિક્ષણ, વ્યવહારુ તાલીમ, કૌશલ્ય વિકાસ, નવીનતા તથા શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે અસરકારક ભાગીદારીના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અધ્યાપકો માટે જ્ઞાનની આપ-લે, વ્યાવસાયિક વિકાસ અને ઉદ્યોગો સાથે સહયોગની નવી તકો શોધવા માટે ઉપયોગી સાબિત થયો હતો.

આ સમગ્ર પહેલમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના III સેલના હેડ ડૉ. ભાવિન પંડ્યાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આવા કાર્યક્રમોના આયોજન થકી ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો, અધ્યાપકોની ક્ષમતામાં વધારો, ઉદ્યોગો સાથેના સંબંધોનું મજબૂતીકરણ તથા વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ અને કૌશલ્યો પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પહેલ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સેતુ રચવા તથા ભવિષ્ય માટે કુશળ, સક્ષમ અને રોજગારલક્ષી માનવ સંસાધન તૈયાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande