રાજુલામાં રાત્રે દીપડાની એન્ટ્રી! દિવાલ ટપીને બજરંગ સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, CCTVમાં કેદ થઈ ઘટના
અમરેલી,14 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વન્યપ્રાણીની અવરજવરને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલાના છતડીયા રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં રાત્રિના સમયે દીપડો ઘૂસી આવતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડો સોસાયટ
રાજુલામાં રાત્રે દીપડાની એન્ટ્રી! દિવાલ ટપીને બજરંગ સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, CCTVમાં કેદ થઈ ઘટના


અમરેલી,14 ઓક્ટોબર (હિ.સ.)

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વન્યપ્રાણીની અવરજવરને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલાના છતડીયા રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં રાત્રિના સમયે દીપડો ઘૂસી આવતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડો સોસાયટીની દિવાલ ટપીને અંદર પ્રવેશ્યો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાના છતડીયા રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં રાત્રિના સમયે દીપડો આવી પહોંચ્યો હતો. રહેણાક વિસ્તારમાં દીપડાએ દિવાલ ટપીને સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

રાત્રિના સમયે રહેણાક વિસ્તારમાં દીપડાની હાજરી સામે આવતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં લોકોની અવરજવર રહેતી હોવાથી દીપડાની હાજરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે લોકોમાં ચિંતા છે.

ગીર વિસ્તારની આસપાસ આવેલા અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓની અવરજવર જોવા મળતી હોય છે. ત્યારે રાજુલાના રહેણાક વિસ્તારમાં દીપડો ઘૂસી આવવાની આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

હવે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવે અને દીપડાની અવરજવર અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં અપેક્ષા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande