મહેસાણામાં મીઠાઈ-ફરસાણના 20 એકમોમાં તપાસ: અખાદ્ય 14 કિલો જથ્થાનો નાશ, 34 નમૂના લેબમાં મોકલાયા
મહેસાણા, 14 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રી અને તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ અને ફરસાણના એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 12 અને 13 ઓક્ટોબરે જિલ્લામાં આશરે 20
મહેસાણા, 14 ઓક્ટોબર (હિ.સ.) નવરાત્રી અને તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ અને ફરસાણના એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 12 અને 13 ઓક્ટોબરે જિલ્લામાં આશરે 20 એકમોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્યપદાર્થોના 34 નમૂના લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં પાંચ લિટર તેલ, અઢી કિલો લાલ મરચું, પાંચ લિટર પાણીપુરીનું પાણી અને ખાદ્યપદાર્થોના પેકિંગમાં ઉપયોગમાં લેવાતા ન્યૂઝપેપરનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 18 પેઢીઓની મુલાકાત લેવામાં આવી હતી. કેટલીક જગ્યાએ અસ્વચ્છતા જોવા મળતાં સંબંધિત એકમોને સુધારા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા જય ખોડિયાર સ્વીટ માર્ટમાં અસ્વચ્છ સ્થિતિ જણાતાં નોટિસ આપવામાં આવી હતી. અહીંથી 3 કિલો કોપરાના લાડુ, 2 કિલો ફૂલવડી અને 1 કિલો કઢીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પાંચોટ રોડ પર આવેલી સોનલ બેકરી સ્વીટ એન્ડ નમકીનમાંથી 8 કિલો વડી ફરસાણનો અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો પણ નાશ કરાયો હતો. તંત્રએ સંબંધિત એકમોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. નક્કી કરેલી સમયમર્યાદામાં સુધારો નહીં થાય તો લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. તહેવારો દરમિયાન આવી તપાસ ચાલુ રહેશે.


મહેસાણા, 14 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રી અને તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ અને ફરસાણના એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 12 અને 13 ઓક્ટોબરે જિલ્લામાં આશરે 20 એકમોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્યપદાર્થોના 34 નમૂના લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં પાંચ લિટર તેલ, અઢી કિલો લાલ મરચું, પાંચ લિટર પાણીપુરીનું પાણી અને ખાદ્યપદાર્થોના પેકિંગમાં ઉપયોગમાં લેવાતા ન્યૂઝપેપરનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 18 પેઢીઓની મુલાકાત લેવામાં આવી હતી. કેટલીક જગ્યાએ અસ્વચ્છતા જોવા મળતાં સંબંધિત એકમોને સુધારા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી.

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા જય ખોડિયાર સ્વીટ માર્ટમાં અસ્વચ્છ સ્થિતિ જણાતાં નોટિસ આપવામાં આવી હતી. અહીંથી 3 કિલો કોપરાના લાડુ, 2 કિલો ફૂલવડી અને 1 કિલો કઢીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પાંચોટ રોડ પર આવેલી સોનલ બેકરી સ્વીટ એન્ડ નમકીનમાંથી 8 કિલો વડી ફરસાણનો અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો પણ નાશ કરાયો હતો.

તંત્રએ સંબંધિત એકમોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. નક્કી કરેલી સમયમર્યાદામાં સુધારો નહીં થાય તો લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. તહેવારો દરમિયાન આવી તપાસ ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande