
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓએ સ્કૂલ ગેમ્સફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં વિવિધ ઇવેન્ટમાં શ્રેષ્ઠ
પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું હતું. અંડર-19 અને અંડર-17
વિભાગમાં વિદ્યાર્થીનીઓએ દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછી ફેંક અને કૂદકાની સ્પર્ધાઓમાં સ્થાન મેળવ્યાં હતાં.અંડર-19 વિભાગમાં માનસી ખુંટીએ 100 મીટરની દોડમાં પ્રથમ, મંજુ મુસારે ગોળાફેંકમાં પ્રથમ અને વિધિ મોઢાએ ચક્રફેંકમાં પ્રથમ તથા ગોળાફેંકમાં
તૃતીય સ્થાન મેળવ્યું હતું. પ્રાર્થના
પીઠડિયાએ 100 મીટર હર્ડલ્સમાં પ્રથમ અને બરછી ફેંકમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
કાજલ ગોરાણિયાએ 400 મીટરની દોડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. અંડર-17 વિભાગમાં ભારતી મોકરીયાએ 800 અને 1500 મીટરની દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જહાનવી લાબડિયાએ ગોળાફેંક અને બરછી ફેંકમાં, જ્યારે વિશ્વા ગોઠાણિયાએ ચક્રફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિશ્વાએ
ગોળાફેંકમાં તૃતીય સ્થાન પણ મેળવ્યું હતું. નિરાલી નકુમે ગોળાફેંકમાં તૃતીય, જાગૃતિ શામળાએ લાંબી કૂદમાં દ્વિતીય અને સિદ્ધિ ધોરડાએ ઊંચી કૂદમાં દ્વિતીય
સ્થાન મેળવ્યું હતું. જિલ્લા કક્ષાની
સ્પર્ધામાંપ્રથમ સ્થાન મેળવનારી વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.આ સફળતા બદલ ટ્રસ્ટી જુહી ચાવલા મહેતા, કમલબેન મહેતા,
ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશ કોઠારી અને યોગેશ શાહે અભિનંદન પાઠવ્યાં હતાં.સ્પોર્ટ્સ કોચ નિરાલીબેન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આ સિદ્ધિ મેળવી હતી. આચાર્ય ડૉ.રંજનાબેન મજીઠિયાએ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya