

પોરબંદર , 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર કલેક્ટર કચેરી ખાતે વન અને પર્યાવરણ
મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અસ્માવતી રિવરફ્રન્ટ સમિતિની બેઠક યોજાઈ
હતી.
આ બેઠકમાં અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદર
મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવા તેમજ રિવરફ્રન્ટના સુચારુ સંચાલન, જાળવણી, મરામત અને વિકાસલક્ષી આયોજન અંગે
ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. નાગરિકોને રિવરફ્રન્ટ ખાતે ઉપલબ્ધ સુવિધાઓનો વધુ
સારો લાભ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા
અંગે પણ સૂચનો કરવામાં આવ્યાં હતાં.
આ બેઠકમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ
મોદી, જિલ્લા
કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી
સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya