સરીગામ પોલીસની કાર્યવાહી: ગેરકાયદેસર કોડેઇન કફ સીરપની 62 બોટલ સાથે એક આરોપી ઝડપાયો
વલસાડ, 14 ઓક્ટોબર (હિ.સ.) : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કોડેઇન કફ સીરપના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી કોડેઇન કફ સીરપની 62 સીલબંધ બોટલ સહિત કુલ રૂ. 7,130નો મુદ્દ
સરીગામ પોલીસની કાર્યવાહી: કોડેઇન સીરપની 62 બોટલ સાથે એક ઝડપાયો.


વલસાડ, 14 ઓક્ટોબર (હિ.સ.) : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કોડેઇન કફ સીરપના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી કોડેઇન કફ સીરપની 62 સીલબંધ બોટલ સહિત કુલ રૂ. 7,130નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે સીરપનો જથ્થો મંગાવનાર બે અને સપ્લાય કરનાર એક સહિત કુલ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા પોલીસને માદક પદાર્થોના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને સરીગામ પોલીસની સર્વેલન્સ ટીમ નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ઉમરગામ તાલુકાના કરજગામના રાય ફળિયામાં રિતેશભાઈની ચાલીની નીચે આવેલી ખુલ્લી જગ્યાએ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્થળ પરથી રોહિતકુમાર ઉર્ફે કાલીયા સંજય નિશાદ (રહે. મંગેશભાઈની ચાલ, કરજગામ, રાય ફળિયા, તા. ઉમરગામ, મૂળ ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 'Codex TR' નહીં પરંતુ લેબલ મુજબ 'Conex TR 100 ml' નામથી ઓળખાતી કોડેઇન ફોસ્ફેટ અને ટ્રાઇપ્રોલિડિન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતી કફ સીરપની 62 સીલબંધ બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 7,130 હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ ઉપરાંત આરોપી પાસેથી લાલ રંગની ખભામાં લટકાવવાની બેગ, વીવો કંપનીનો મોબાઇલ ફોન, આધારકાર્ડ અને મુસાફરીની ટિકિટ પણ મળી આવી હતી.

પોલીસ તપાસમાં આ જથ્થો મંગાવવાના આરોપસર આશીકઅલી અકબર ખાન (રહે. પટેલ નગર, સરીગામ) અને રિતેશભાઈ રઘુભાઈ ધોડી પટેલ (રહે. રાય ફળિયા, કરજગામ) તથા સીરપનો જથ્થો સપ્લાય કરનાર વિશાલભાઈ, જેનું પૂરું નામ જાણવા મળ્યું નથી, એમ ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. આ મામલે સરીગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી સરીગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. બેરા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે.એમ. સુવાગિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande