
રાજપીપળા, 14 ઓકટોબર (હિ.સ.) : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોડદા ગામે સામાજિક વનીકરણ વિભાગ, સાગબારા રેન્જ દ્વારા ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજપીપળાના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં સ્થાનિક ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કેમ્પમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, એનીમિયા અને ટીબી સ્ક્રીનિંગ સહિતની આરોગ્ય
તપાસ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જનરલ ચેક-અપ, ડેન્ટલ ચેક-અપ અને ગર્ભવતી મહિલાઓ માટે ANC કાઉન્સેલિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પનું સંચાલન દેવમોગરાના મેડિકલ ઓફિસર ડૉ.અનિલ ગાવિત દ્વારા કરવામાં આવ્યું હતું.
મેડિકલ ઓફિસર ડૉ.દર્શના ગાવિત, ડૉ.જીગ્નેશ ચૌધરી તેમજ CHO, FHW, MPHW, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ સહિતના આરોગ્ય કર્મચારીઓએ પોતાની સેવાઓ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના પ્રમુખ ડૉ. દયારામ વસાવા, સાગબારા પંચાયતના પ્રમુખ
જગદીશભાઈ, સાગબારાના તાલુકા આરોગ્ય અધિકારી (THO) જિગ્નેશ વસાવા, ગોડદા ગ્રામ
પંચાયતના સરપંચ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ સેવાકીય પહેલમાં સાગબારા વિસ્તારના નાગરિકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઈને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ