એટ્રોસિટી કેસમાં વોરંટના આધારે ફરાર આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી પાડયો.
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર સ્પેશિયલ એટ્રોસિટી કેસમાં કોર્ટની મુદતે હાજર ન રહેતા આરોપી પિયુષ કિશોરભાઈ ઉર્ફે કિશનભાઈ મોકરીયાને રાણાવાવ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભડ ગામે તળાવ પાસે રહેતો હોવાનું પોલીસની યાદીમાં જણા
એટ્રોસિટી  કેસમાં  વોરંટના  આધારે  ફરાર આરોપીને  રાણાવાવ  પોલીસે  ઝડપી  પાડયો.


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર સ્પેશિયલ એટ્રોસિટી કેસમાં કોર્ટની

મુદતે હાજર ન રહેતા આરોપી પિયુષ કિશોરભાઈ

ઉર્ફે કિશનભાઈ મોકરીયાને રાણાવાવ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભડ ગામે તળાવ પાસે

રહેતો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપી કોર્ટમાં હાજર ન રહેતાં પોરબંદર સેશન્સ કોર્ટ

દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ વોરંટની

બજવણી માટે રાણાવાવ પોલીસને મળતાં આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરિયાના માર્ગદર્શન હેઠળ

પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર તથા પોલીસ સબઇન્સ્પેક્ટર આર.વી. મોરીની ટીમે

કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી

માટે પોરબંદર સેશન્સ કોર્ટમાં રજૂ કરવાની

તજવીજ હાથધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande