બિલીયા ગ્રામ પંચાયતના VCE મેહુલકુમાર પટેલની જામીન અરજી પાટણની સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલીયા ગ્રામ પંચાયતના VCE મેહુલકુમાર પટેલની જામીન અરજી પાટણની સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં ગુનાની ગંભીરતા અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ ધીરેન મનહરલાલ ચૌહાણે આ નિર
બિલીયા ગ્રામ પંચાયતના VCE મેહુલકુમાર પટેલની જામીન અરજી પાટણની સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલીયા ગ્રામ પંચાયતના VCE મેહુલકુમાર પટેલની જામીન અરજી પાટણની સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં ગુનાની ગંભીરતા અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ ધીરેન મનહરલાલ ચૌહાણે આ નિર્ણય લીધો હતો.

મળતી માહિતી મુજબ, મેહુલકુમાર અમરતલાલ પટેલે આવકનો દાખલો અને મકાન આકારણી પત્રક આપવા માટે અરજદાર પાસે રૂ. 200ની લાંચ માંગી હતી. આ અંગે ACB દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપ દરમિયાન તેઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ તેમની સામે ભ્રષ્ટાચારના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી 03/08/2026થી કસ્ટડીમાં છે. ચાર્જશીટ રજૂ થયા બાદ તેમણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 483 હેઠળ જામીન મેળવવા અરજી કરી હતી. જોકે, સરકારી વકીલ જે. ડી. ઠક્કરે કોર્ટ સમક્ષ રજૂ કરેલી દલીલો, ગુનાની ગંભીરતા અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande