રાજકોટમાં કરુણાંતિકા: ઘરમાંથી બેભાન મળેલા વયોવૃદ્ધ માતા અને પુત્ર બંનેના મોત
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા જાડેજા ચોક નજીક એક અત્યંત કરુણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડાતા 70 વર્ષિય વયોવૃદ્ધ માતા અને તેમના 45 વર્ષિય આધેડ પુત્રનું એક જ દિવસે કરૂણ મોત નિપજતાં સમગ્ર
આપઘાત મોત


રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા જાડેજા ચોક નજીક એક અત્યંત કરુણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડાતા 70 વર્ષિય વયોવૃદ્ધ માતા અને તેમના 45 વર્ષિય આધેડ પુત્રનું એક જ દિવસે કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, રેલનગર સ્થિત પોસ્ટ ઓફિસ પાસે રહેતા મનહરબા ભરતસિંહ ગોહિલ અને તેમના પુત્ર રણજીતસિંહ ભરતસિંહ ગોહિલ ઘરમાં એકલા જ રહેતા હતા. માતા મનહરબા ગંભીર બીમારીના કારણે લાંબા સમયથી પથારીવશ હતા, જ્યારે પુત્ર રણજીતસિંહ ગેંગરીનની બીમારીથી પીડાતા હતા. બંને બીમાર હોવાથી એકબીજાની સંભાળ રાખવામાં અસમર્થ હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, બીમારીના કારણે પુત્ર રણજીતસિંહનું આશરે બે થી ત્રણ દિવસ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. પથારીવશ માતા આ બાબતથી અજાણ હોવાથી પુત્રનો મૃતદેહ ઘરમાં જ પડી રહ્યો હતો અને કોહવાઈ ગયો હતો. ગઈકાલે ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આજુબાજુના પાડોશીઓએ તપાસ કરી હતી અને ઘટનાની જાણ થઈ હતી.

અડોશી-પડોશીઓએ ત્વરિત કાળજી લઈને બંનેને બેભાન અવસ્થામાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ રણજીતસિંહને મૃત જાહેર કર્યા હતા, જ્યારે માતા મનહરબાએ પણ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલ ચોકીની જાણના આધારે પ્રદ્યુમનનગર પોલીસે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande