પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભમાં વિસાવાડાની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બે વિદ્યાર્થીઓએ ઝળકાવી પ્રતિભા
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે. જિલ્લ
પોરબંદર  જિલ્લામાં  ખેલ  મહાકુંભમાં  વિસાવાડાની   સરકારી  ઉચ્ચત્તર  માધ્યમિક  શાળાના બે  વિદ્યાર્થીઓએ ઝળકાવી પ્રતિભા

પોરબંદર  જિલ્લામાં  ખેલ  મહાકુંભમાં  વિસાવાડાની   સરકારી  ઉચ્ચત્તર  માધ્યમિક  શાળાના બે  વિદ્યાર્થીઓએ ઝળકાવી પ્રતિભા

પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના

વિસાવાડા ગામની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ

પ્રદર્શન કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે.

જિલ્લા કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં શાળાના ધો.11

માં અભ્યાસ કરતા ભરત ઓડેદરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત

કર્યું હતું. જ્યારે 1000 મીટર દોડની સ્પર્ધામાં

ધોરણ.12 માં અભ્યાસ કરતા પરી સુજલપરીએ દ્વિતીય સ્થાન મેળવી પોતાની રમતગમત

પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર

સહિત ગ્રામજનોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત

કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande