પોરબંદર મહાનગરપાલિકાની નવી સત્તાવાર વેબસાઇટનો શુભારંભ
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સરળ, ઝડપી અને સુલભ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સત્તાવાર વેબસાઇટ https://pmc.co.in શરૂ કરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ
પોરબંદર મહાનગરપાલિકાની નવી સત્તાવાર વેબસાઇટનો શુભારંભ


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સરળ, ઝડપી અને સુલભ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ

કરાવવાના હેતુથી નવી સત્તાવાર વેબસાઇટ https://pmc.co.in શરૂ કરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી

મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અને નાગરિકલક્ષી માહિતીને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

કરાવી વહીવટી કામગીરીને વધુ સુગમ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવી વેબસાઇટના માધ્યમથી નાગરિકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ, જરૂરી માહિતી, જાહેર સૂચનાઓ, વહીવટી જાહેરાતો અને અન્ય નાગરિકલક્ષી

વિગતો સરળતાથી મેળવી શકશે. એક જ સ્થળે જરૂરી માહિતી ઉપલબ્ધ થવાથી નાગરિકોને

મહાનગરપાલિકાની કામગીરી અને સેવાઓ અંગે માહિતી મેળવવામાં સુવિધા મળશે. આધુનિક

ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકો અને મહાનગરપાલિકા વચ્ચે સંવાદ વધુ સરળ બને, માહિતીનો ઝડપી પ્રસાર થાય અને

નાગરિકોને સમયસર જરૂરી વિગતો મળી રહે તે દિશામાં આ વેબસાઇટ મહત્ત્વપૂર્ણ માધ્યમ

બની રહેશે. ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી નાગરિકોને મહાનગરપાલિકાની વિવિધ કામગીરી, જાહેર સૂચનાઓ અને નાગરિકલક્ષી પહેલોની

માહિતી સરળતાથી મળી શકશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ ગવર્નન્સને

પ્રોત્સાહન આપવા તેમજ નાગરિકોને આધુનિક ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવા માટે

સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવી સત્તાવાર વેબસાઇટ આ દિશામાં એક

મહત્ત્વપૂર્ણ પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરળતાથી માહિતી ઉપલબ્ધ કરાવવાનો અને

વહીવટી પ્રક્રિયાઓને વધુ સુલભ બનાવવાનો છે. નાગરિકો મહાનગરપાલિકાની નવી સત્તાવાર

વેબસાઇટ https://pmc.co.in ની મુલાકાત લઈને ઉપલબ્ધ માહિતી અને સેવાઓનો લાભ લઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande